અંધારી રાત
અંધારી રાત
જોને આ અંધારી રાત કેવી મજાની લાગે છે,
એના ચાંદને જોવા માટે આભઅટારી પણ
નાની લાગે છે !.
આ સવારનો સૂરજ પણ ઠરી જાય,
જો એને ખબર પડે કે
રાતનું અંધારૂ કેવું લાગે છે !
ને ઘણા સપનાઓ છે એની પાસે,
જે રાત થતા અનેક આંખોમાં જાગેે છે.
ને નક્કી આ ચાંદના અરમાનો
ક્યાંંક વેેરાયા લાગે છે,
જોને તારાઓની ફોજ લઈ આ ચાંદની
કેેેવા આંટા મારેે છે !
ને એના રંગરૂપને કોઈ કાજળની જરૂર નથી,
એ પોતે કાળી કામળગારી લાગેે છે !
જોને આ અંધારી રાત.......
- Sangam dulera.
