STORYMIRROR

Kausumi Nanavati

Tragedy

4  

Kausumi Nanavati

Tragedy

અમર શહીદ

અમર શહીદ

1 min
373

જાગતી આંખો એ શમણાં ઉછેરતા,

મીચે આંખ ન ઉઘડે એ ડરમાં,


સામી છાતીએ ચાલી ગોળીઓ ઝીલતા,

કૈંક હૈયા વળી હશે કકળી રે ઉઠતા,


હૈયાફાટ રૂદન ગગન મહીં ગૂંજતા,

સંતોષી ચહેરા જોઈને મલકતા,


વાગી કટાર હશે હૈયે ત્યારે એ માંના,

દીકરા એ ઝીલી હશે ગોળી હૈયામાં,


તૂટ્યા હશે ચૂડલા ઉતર્યા શણગાર નવવધૂના,

શણગારવા માતૃભૂમિ જ્યારે શરીર વિંધાયા,


બેનીના હાથ જોતા વાટ રાખડી રે બાંધવા,

ભાઈ ઘવાયો કરતા માતૃભૂમિની રક્ષા,


ઉઠ્યો હાથ પિતા તણો મા ભોમને બચાવવા,

ઝૂકે મસ્તક ફરી વીર સપૂતોની યાદમાં....!



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy