STORYMIRROR

Sunita Mahajan

Fantasy

4  

Sunita Mahajan

Fantasy

અમાસ અજવાળી

અમાસ અજવાળી

1 min
408

આજે મારા હૈયામાં દિવાળી

મેં તો પૂરી રંગોળી રૂપાળી

મેં તો સજાવી દીવડાની દીપમાળા

મારા દિલડામાં થયાં અજવાળાં

મારે ઘેર પધાર્યા શ્રી રામ વનમાળી

સાથે આવ્યાં જાનકી રૂપાળી

આજ તો અમાસ અજવાળી.


મોતીડાં લઈને રામજીને વધાવું

પ્રભુજીને પગલે ફૂલડાં વેરાવું

દિવ્ય બની આંખલડી મારી

મારે ઘેર પધાર્યા શ્રી રામ વનમાળી

આજ તો અમાસ અજવાળી.


ઘારી ધરાવું ને ઘૂઘરા ધરાવું

સાથે ધરાવું મીઠી સુંવાળી

સેવ ધરાવું ને મઠીયા ધરાવું

સાથે ધરાવું ચકરી કાંટેરી

જમુનાજળની ઝારી ધરું અજવાળી

મારે ઘેર પધાર્યા શ્રી રામ વનમાળી

આજ તો અમાસ અજવાળી.


મેં તો પ્રગટાવી ભક્તિની દીપમાળા

રોમે રોમે ઝગમગ્યા જ્ઞાનના અજવાળાં

આજે પાવન થઈ છે કુટીર મારી 

મારે ઘેર પધાર્યા શ્રી રામ વનમાળી

આજ તો અમાસ અજવાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy