અભિનય
અભિનય
હસવાનો અભિનય બહુ આકરો રે લોલ...
સીતાજી મુગ્ધા ને રામજીનું કાવ્ય રે લોલ...
તૂટલા સંબંધનું માથું એક ખોળામાં રે લોલ...
જીવતરની પ્રગટી ચિતા બળે ભડભડ રે લોલ
હકીકત શરમાઈ ગઈ થઈ લાલઘુમ રે લોલ...
ઝંખવાણો સૂરજ બિચારો જોયો ભોટ રે લોલ....
અરજ કરગરે ને તડપે શમણું અજગર ભીડમાં રે લોલ
નાચતી દિવાની જ્યોતમાં તડપતા કોઈ પ્રાણ રે લોલ
હસવાનો અભિનય બહુ આકરો રે લોલ....!

