આવ્યો છું
આવ્યો છું
માનતા નહિ કોઈ ધમાલ લઈ આવ્યો છું,
ને માનો તો બગડેલો ફાલ લઈ આવ્યો છું,
ચૂમી તો જુઓ, દાંત ખાટા થઈ જશે,
પરસેવે રેબઝેબ ગાલ લઈ આવ્યો છું,
ત્રેવડ નથી કોઈ મારો વાળ વાંકો કરે !
જુઓ કેવી લીસી લીસી ટાલ લઈ આવ્યો છું !
બાજુમાં તો ચાલી જુઓ, નીચે જઈ પડશો,
આમ-તેમ ફંગોળાતી ચાલ લઈ આવ્યો છું,
‘સાગર’ ગમે તેવું કહો, અસર નહિ થાય,
બંને કાનમાં હું હડતાલ લઈ આવ્યો છું.
