આવો દિવાળી ઉજવીએ
આવો દિવાળી ઉજવીએ
ઘરમાં દિવડા પ્રગટાવીએ
સૌના દિલમાં રોશની કરીએ
આવો દિવાળી ઉજવીએ !
રંગોની કરીએ રંગોળી
પ્રેમની કરીએ દિવાળી
આવો દિવાળી ઉજવીએ !
ઘરની સાફસફાઇ કરીએ
સંબંધોની નવેસરથી શરૂઆત કરીએ
આવો દિવાળી ઉજવીએ !
કરી ભૂલ માફ એકબીજાની
સૌ સંગાથે હળીમળીને રહીએ
આવો દિવાળી ઉજવીએ !
