આવને કૃષ્ણ મારી સાથે રમવા(ભજન)
આવને કૃષ્ણ મારી સાથે રમવા(ભજન)
કાલા ઘેલા બોલ તારા લાગે છે મીઠડા
રોજ તને મળું મળું થાય રે...
આવ ને કૃષ્ણ મારી સાથે રમવા ..
મીઠી મીઠી વાતો માં સૌને મોહાવતો
ગલી ગલી ફરી ને
ગોકુળ ઘેલું કરેતો
માતા યશોદા ને નંદ નો( તું) લાડકો
બલરામ નો તું વીરો કહેવાય રે...
આવ ને કૃષ્ણ મારી સાથે રમવા..( કાલા..)
યમુના ના કિનારે તું ગાયો ચરાવતો..
બંસી વગાડી ને સંમોહિત તું કરતો
ગોપીઓને ઘેલી કરનાર રે...
આવ ને કૃષ્ણ મારી સાથે રમવા..( કાલા..)
કદંબ કેરા ઝાડે ચડી ને,
ગોપીઆના વસ્ત્રો ચોરી કરી ને,
માખણ ખાવા મટકી ફોડનાર રે...
આવ ને કૃષ્ણ મારી સાથે રમવા...( કાલા..)
વૃંદા તે વન માં બંસી વગાડતો
શરદ પૂનમ ની રાતે (તું )રાસ રચાવતો..
રાધા નું ચિત્ત ચોરનાર રે...
આવ ને કૃષ્ણ મારી સાથે રમવા..( કાલા..)
મારો સખા પણ તું જ છે માધવ,
હાથ ઝાલી ને મને સંગે તું રાખતો..
મારા ભવોભવ ના ફેરા તુ ટાળ રે..
આવ ને કૃષ્ણ મારી સાથે રમવા...( કાલા..)
