આવી દિવાળી
આવી દિવાળી
જલાવી દીપ દિલમાં રોશની ફેલાવીએ
આવી દિવાળી અંતર અજવાળીએ,
કોડિયું પ્રેમથી દિલમાં સળગાવીએ
આવી દિવાળી ઓજસ જગાવીએ,
હૃદયના માળિયેથી નફરત હટાવીએ
આવી દિવાળી દિલમાં તોરણ બંધાવીએ,
તિમિર હટાવી દિલમાં રંગોળી બનાવીએ
આવી દિવાળી હૃદયથી વેર ભગાવીએ,
સેવા સત્કર્મને સાચો સંકલ્પ બનાવીએ
આવી દિવાળી નૂતન સપનાં સજાવીએ,
ચલો ખુદમાં શોધીએ ખુદની તેજ લકીરોને
આવી દિવાળી 'વાલમ' સ્વયં પ્રગટીએ.
