STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

આત્મસાત

આત્મસાત

1 min
309

ધર્મના અભાવે, દુનિયામાં મચાવ્યા ઘણા ઉત્પાત છે,

ધર્મ વગરના વિજ્ઞાને સર્જ્યા ઘણા પ્રત્યાઘાત છે,

 

લાગણીના અભાવમાં, શુષ્ક અને યાંત્રિક બનતું જાય છે જીવન

લાગણી વગરની જિંદગીમાં ચારે બાજુ વલોપાત છે,

 

માનવ મૂલ્યો ઉદારતા, પ્રેમ, સમર્પણ, દોસ્તી વગેરેના ઊડી રહ્યા છે છેદ,

સ્વાર્થ અને છલ કપટે જિંદગીમાં સર્જ્યા ઝંઝાવાત છે,

 

પોતાના પાપ અને દુર્ગુણો છૂપાવી શકાય કદાચ દુનિયાથી

સમજાશે ત્યારે મોડું થઈ ગયું હશે, આ કુકર્મોની દુનિયા આત્મઘાત છે,

 

દુનિયાભરની સાધન સુવિધાઓ છો ને હોય હયાત,

ખાલી વિજ્ઞાન બનાવી દેશે ખોખરા, સાથે સાથે ધર્મને કરવાનું આત્મસાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract