આસાન નથી
આસાન નથી


સૌનાં વિચારો સમાન નથી,
સૌની પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવી આસાન નથી,
માન અને અપમાનનાં ભયથી,
આજે કોઈને મળતું ખરું સમ્માન નથી,
જીવન જીવવાનાં તો અનેક રસ્તા છે,
પણ એ રસ્તા પર ચાલવું આસાન નથી,
કષ્ટો ને દુઃખોથી ઘેરાયેલું છે આ જીવન,
બે ઘડી કોઈને સુખી કરવું આસાન નથી,
કામ ક્રોધ મોહ ને લોભથી ઘેરાયલા આકાશમાં,
સુખ શાંતિ ને પ્રેમનો પ્રકાશ ફેલાવો આસાન નથી.