STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

આંબા ડાળે

આંબા ડાળે

1 min
383

આંબા ડાળે કાચી કેરી,

કાચી કેરી ખાવાની મજા....


આંબા ડાળે પાકી કેરી,

પાકી કેરી ચૂસવાની મજા...


આંબા ડાળે રૂડો મોર,

રૂડો મોર તોડવાની મજા...


આંબા ડાળે લીલા-પીળા પાન,

લીલા-પીળા પાન અડવાની મજા...


આંબા ડાળે બાંધ્યો હીંચકો,

હીંચકે ઝૂલવાની મજા...


 આંબા ડાળે બેઠી કોયલ,

કોયલના ટહુકા સાંભળવાની મજા...


આંબા ડાળે મીઠો-મીઠો વાયરો,

મીઠા વાયરામાં ટહેલવાની મજા.


Rate this content
Log in

Similar gujarati poem from Children