આલતું જલાલતું
આલતું જલાલતું
આલતું જલાલતું
એટલે કેવાય શું ?
અર્થની પાછળ જાઓ તો
કોઈને કેવાય શું?
અંતર મંતર... બખડજંતર
હોશમાં બોલાય શું ?
આવ તારું કરી નાખું
ખુલમખુલ્લું કેવાય શું ?
પ્રાણ જાયે વચન ન જાયે
વચન એવું કોઈને દેવાય શું ?
લટકાવેલા લીંબુ મરચા
ઘેર લાવી ખવાય શું ?
ચાર રસ્તાના નારિયેળ લાયો
ઘેર આવી વધેરાય શું ?
કાળી ચૌદસના વડા ગરમ
ચોકડીએ ખવાય શું ?
ના કરવાનું કરીએ આપણ
કોઈ દી કરવાનું કામ કરાય શું ?
દિવ્યેશ કહે છે સ્મશાન આગળ
આવજો કહેવાય શું ?
