આઝાદીના ગુણલા ગાઈએ
આઝાદીના ગુણલા ગાઈએ
મળી આઝાદી ભારત દેશને
દીધા છે બલિદાન અનેક પુત્રના રે
આઝાદીના ગુણલા રે હોંશથી ગાઈએ,
સત્યાગ્રહ કર્યા અનેક આપણે
દીધા છે કંઈ પ્રાણ કેરા દાન રે
આઝાદીના ગુણલા રે હોંશથી ગાઈએ,
સામી છાતીએ બંદુક ઝીલ્યા
રાષ્ટ્ર કાજે અમે તો જીવ્યા રે
આઝાદીના ગુણલા રે હોંશથી ગાઈએ,
દાદા માતાને અમે છોડ્યા
જેલમાં કીધા છે અમે વાસ રે
આઝાદીના ગુણલા રે હોંશથી ગાઈએ,
સ્વદેશી વસ્તુઓને અપનાવ્યા
વિદેશીનો કર્યો અમે ત્યાગ રે
આઝાદીના ગુણલા રે હોંશથી ગાઈએ,
દેશ પ્રદેશમાં ભાગલા પાડ્યા
એકતા કેરા દીધા સબૂત રે
આઝાદીના ગુણલા રે હોંશથી ગાઈએ.
