આઘાત પ્રત્યાઘાત
આઘાત પ્રત્યાઘાત
આઘાત પ્રત્યાઘાતમાંથી,
જ્યારે કળ વળે..
મન કોઈ પણ સંજોગોમાં,
જરીયે ન ચળે..
અને જ્યારે ઈશ્વરની,
આરાધનામાં વળે...
ત્યારે જીવનની આધિ,
વ્યાધિ, ઉપાધિ ટળે..
જન્મો જનમનાં,
સંચિત કર્મો બળે...
નંદી ત્યારે આ..
જન્મારો ફળે.
