Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gautam Kothari

Tragedy Inspirational Others

4.0  

Gautam Kothari

Tragedy Inspirational Others

આદત છે સદાય તારી

આદત છે સદાય તારી

1 min
157


આદત છે સદાય તારી

એક દિવસ રિસાવાની

આદત બની ગઈ મારી

તું રિસાઈ તને મનાવવાની,


આદત છે સદાય તારી

એક દિવસ રોવાની

આદત બની ગઈ મારી

તું રોવે તો તને હસાવવાની,


આદત છે સદાય તારી

ઘડીકમાં ખોવાઈ જવાની

આદત બની ગઈ મારી

તને ગોતીને શોધી કાઢવાની


આદત છે સદાય તારી

દઈ વચનોને ભૂલી જવાની

આદત બની ગઈ મારી

દીધેલ તને વચનો નિભાવવાની,


આદત છે સદાય તારી

પ્રેમ દેખાડી મને તડપાવવાની

આદત બની ગઈ મારી

તારા પ્રેમમાં રહી તડપવાની,


આદત છે સદાય તારી

મીઠી વાતો કરી ફસાવવાની

આદત બની ગઈ મારી

જાણવા છતાં ફસાવવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy