STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

પપ્પાનો શર્ટ

પપ્પાનો શર્ટ

1 min
177

પપ્પાનાં બલિદાનની યાદ અપાવે મને પપ્પાનો શર્ટ,

નવો હોંસલો નવી આશા જગાવે પપ્પાનો શર્ટ,


નિ:સ્વાર્થ પ્રેમની યાદ અપાવે પપ્પાનો શર્ટ,

આકાશ સુધી પહોંચવાની સીડીની યાદ અપાવે પપ્પાનો શર્ટ,

પ્રેમ, લાડ, દૂલાર, કડક શિસ્તની યાદ અપાવે પપ્પાનો શર્ટ,


પપ્પા સાથે જોડાયેલા દરેક પ્રસંગો,

યાદ અપાવી આંખમાં આંસું લાવે પપ્પાનો શર્ટ,


વિશ્વ સામે અડગ ઊભા રહેવાની હિંમત બક્ષે પપ્પાનો શર્ટ,

લાખો દુઃખ હોય તોયે હોઠ પર સ્મિત રાખતા શીખવે પપ્પાનો શર્ટ,


રોજ રોજ દુઃખની સગડીમાં તપી,

બાળકોને દુનિયાભરની ખુશી આપી,

પપ્પાના ત્યાગની યાદ અપાવે પપ્પાનો શર્ટ,


દાનવીર કર્ણ ને ક્યારેય જોયો નથી ક્યારેય,

પણ દાનવીર કરતા ચડિયાતા મારા પપ્પાની યાદ અપાવે, મારા પપ્પાનો શર્ટ,


તપતા સૂરજ જેવા પણ અંધકારભર્યા જીવનમાં લાવે ઉજાસ,

એવા પપ્પાની યાદ અપાવે, પપ્પાનો શર્ટ,


ધમકાવી ડરાવી જિંદગીનો પાયો ઘડ્યો,

પપ્પાની પ્રેરણા યાદ અપાવે પપ્પાનો શર્ટ,


તકલીફમાં હોય ત્યારે દોસ્ત બની સાથ આપ્યો,

પપ્પાના સાથની યાદ અપાવે પપ્પાનો શર્ટ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy