Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

ઈશ્વરને પણ કોઈ નમતું નથી

ઈશ્વરને પણ કોઈ નમતું નથી

1 min
179


આ દુનિયાનું ગણિત મને સમજાતું નથી,

કામ ન હોય તો કોઈ કોઈને મળતું નથી,


છે સ્વાર્થના સગા સહુ જગતમાં અહીં,

પ્રાર્થના જો કબૂલ ન થાય તો,

ઈશ્વરને પણ કોઈ નમતું નથી,


પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ,

પોતાની વ્યક્તિ પણ જો હોય ગરીબ,

તો કોઈને એ ગમતું નથી,


બાહ્ય દેખાવ બની ગયો એટલો મહત્વનો કે,

પીળા પર્ણોનો ભાર પણ કોઈ ઝાડ ખમતું નથી,


કેટલીય ચિંતાનો ભાર લઈને ફરે છે આજનો માનવી,

કોઈ ટુચકો સાંભળીને પણ એનું મુખડું મલકતું નથી,


સુખમાં સૌ સાથીદાર બની સાથે રહે છે,

પણ દુઃખમાં કોઈ પોતાનુંય પાસે ફરકતું નથી,


મને તો આ દુનિયાનું ગણિત સમજાતું નથી,

ન હોય કામ તો, સામે મળે તો પણ કોઈ હસતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy