STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હેતની ભરતી

હેતની ભરતી

1 min
12

હૈયે આવી તારી યાદોની ભરતી,

દિલના દરિયે મૂકી મે એને તરતી.


મુશ્કિલ છે આ જીવન તારા વિના,

હર પળ તને જોવા આંખડી તરસતી.


જ્યાં જોઉં ત્યાં તુજ દેખાય છે મને,

આયનામાં પણ તારી તસવીર ભાસતી.


બસ હરેક પળે યાદ આવે છે તું મને,

તારી યાદો મારા હૈયેથી કદી નથી ખસતી.


આ શહેરમાં પણ લાગે જાણે! મને તારી હસ્તી,

મારા હૈયે છે સદા તારી યાદોની વસતી.


આ સમંદરની લહેર પણ લાવે તારી યાદો,

ખૂબસૂરત જગા પણ જરાયે નથી જચતી.


હૈયાના દરિયે આવે સતત તારી યાદોની ભરતી.

તું ભૂલ્યો શાયદ,પણ હું તો સદા શ્વાસે શ્વાસે તારું નામ રટતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance