હેતની ભરતી
હેતની ભરતી
હૈયાના સમંદરે એના હેતની ભરતી આવી છે,
જાણે ! લાખો ખુશીઓ એ તાણીને લાવી છે.
મનના મહાસાગરમાંથી ખુશીઓના મોતી મળ્યાં,
એને સંગાથે જીવન જીવવાના જાણે સપના ફળ્યા !
એના હેતની હેલી લાવી મારા જીવનમાં બહાર,
જાણે ! એ જીવનમાં ખુશીઓ લાવી અપાર.
મનનું આંગણ એના આગમને જાણે મહેકી ગયું !
જાણે! મનનું પંખી ખુશીઓથી ચહેકી ઉઠ્યું.
એના આગમને મનનું આકાશ જાણે રંગોથી રંગાઈ ગયું,
જોને એના જ હરખમાં મારાથી પ્રેમગીત લખાઈ ગયું.
સદીઓથી જેનો ઇન્તેઝાર હતો એ પ્રિયતમ મુજને મળી ગયા,
જાણે! સરિતા ભળે સાગરમાં એમ એ મારામાં ભળી ગયા.
જીવનમાં હેતની હેલી એતો વરસાવી ગયા,
બસ હૈયે એની છબી એ કોતરી ગયા.
