અહેસાસ નથી
અહેસાસ નથી
બે ઘડી બેસવાનો કોઈ પાસે અવકાશ નથી,
ભીની લાગણીનો કોઈ પાસે અહેસાસ નથી,
પહોંચ્યો આજે માનવી ચાંદ પર,
પણ પોતાના લોકો સુધી પહોંચવા અવકાશ નથી,
તહેવારો તો આવે ને જાય,
પણ પહેલા જેવો કોઈ ઉલ્લાસ નથી,
દાન દક્ષિણા લાખોની કરે, કરે ઉપવાસ,
પણ પ્રભુ પર કોઈને જરાયે વિશ્વાસ નથી,
મળે છે લાખોની ભીડ અહીં,
પણ તોયે એમાં કોઈ પોતાનું ખાસ નથી,
પૈસાના મોહમાં સંતાનો વસ્યા આજે વિદેશ,
માતપિતાની માંદગીમાં પણ કોઈ પાસ નથી,
કરી ભેળસેળ તોયે માનવી બન્યો વગદાર,
આજે આતમમાં કોઈના ઉજાસ નથી,
દિલની વાતોને આમ ગઝલમાં રજૂ કરી શકું,
એવો મારી પાસે કોઈ પ્રાસ નથી.