Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

બનાવટી જગનો આ કેવો છે જાદુ

બનાવટી જગનો આ કેવો છે જાદુ

1 min
114


આ બનાવટી જગનો આ કેવો છે જાદુ !

સાચા ફૂલો કચડાઈ અને ખોટા ફૂલોથી ઘર સજાવાય,


આ બનાવટી જગનો કોણ કેવો છે જાદુ !

આ નકલી ઘરેણાં પહેરાય, સોનું તો તિજોરીમાં મૂંઝાય,


બનાવટી જગનો આ કેવો છે જાદુ !

આ સાચો ફાંસીએ ચડે ને, ખોટો પૂજાય,


બનાવટી જગનો આ કેવો છે જાદુ !

પારકાને દુનિયાની સૈર કરાવે, પોતાના ઘરમાં મૂંઝાય,


બનાવટી જગનો આ કેવો છે જાદુ !

અસલીનું મૂલ્ય કઈ નહિ, ને નકલી બાજી મારી જાય,


બનાવટી જગનો આ કેવો છે જાદુ !

દૂર બેઠેલા ડિજિટલ મિત્રો સાથે ગપ્પાં લડાવે,

ઘરમાં બેસેલા માવતર એકલા મૂંઝાય,


બનાવટી જગનો આ કેવો છે જાદુ !

માબાપ પૈસા માટે લાચાર,બહાર લાખોના દાન કરાય,


બનાવટી જગનો આ કેવો છે જાદુ !

માલિક કરે મહેનત અને નોકરો માલ ખાય,


બનાવટી જગનો આ કેવો છે જાદુ !

માબાપને કોઈ પૂછે નહીં, દીકરાઓ કરે એટલું થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy