Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

ગામડાની થઈ ગઈ હત્યા

ગામડાની થઈ ગઈ હત્યા

1 min
197

સાંસ્કૃતિક ભાતીગળ ગામડાનું કર્યું મર્ડર,

આધુનિકરણનું આપ્યું નામ એને,

વિશ્વાસની દીવાલો તોડી,

આ ભરોસાની કરી હત્યા,

થઈ ફળિયાની હત્યા ને,

ફલેટનું આધુનિક નામ મળ્યું,

આધુનિકરણનાં નામે સંસ્કારોની થઈ હત્યા,

આ પ્રગતિનાં નામે માનવતાની થઈ હત્યા,

આ ફૂલ ભરેલી ડાળની થઈ હત્યા

આ ભમરા અને પતંગિયા ટોળે વળ્યા,

વિચારી રહ્યા છે, શું સજા કરશું ?

આ ડાળીના હત્યારા ને ?

આ ઊભા મોલ ગયા મૂંઝાઈ,

કૂવાને આવ્યા ચક્કર,

આ કોશ જોને કરે અફસોસ,

આ વૃક્ષ આવી ગયું ડિપ્રેશનમાં,

આ પંખીઓ થયા મૌન,

આ બળદોની આંખોમાં આવ્યાં અશ્રુ,

આ ફૂલોએ કર્યો ઉપવાસ,

ભ્રમરને લાગે મુશ્કેલ એક એક શ્વાસ,

જ્યારથી મળી છે વાત કે,

આ ખેતરમાં બનશે હવે મોટો મોલ.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy