STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

જુદાઈની પીડા

જુદાઈની પીડા

1 min
172

અદ્ભૂત જોડી હતી આપણી,

તું મુજને છોડીને ચાલી ગઈ,

જિંદગીની આ લાંબી સફરમાં

જુદાઈની પીડા તું બનાવી ગઈ,


મધુર સપનાં સમજાવ્યા હતાં મેં, 

સપનાંઓ અધૂરા તું મૂકતી ગઈ,

મહેકતી આ જીવનની વસંતને,

પાનખરમાં હમેશા તું ધકેલી ગઈ,


પ્રેમની તું મધુર સરગમ હતી મારી,

સરગમ મારી તું બેસૂરી કરી ગઈ,

ધડકનનો તાલ મેળવ્યો હતો મેં,

તાલ મારો તું બેતાલ કરતી ગઈ,


પ્રેમની સરિતામાં વહાવ્યો હતો તેં,

પ્રેમની સરિતા સાવ સૂકાઈ ગઈ,

વિરહની અગ્નિમાં સરકાવી મુજને, 

નયનોમાંથી અશ્રુ તું વહાવી ગઈ, 


ગમગીનીમાં આજે ડૂબી રહ્યો છું હું,

તારી યાદ મારા દિલને તડપાવી ગઈ,

પ્રેમની ગઝલ હું લખતો હતો "મુરલી",

ગઝલ મારી હવે અધૂરી રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance