Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

કોઈ કારણ ના મળ્યું

કોઈ કારણ ના મળ્યું

1 min
158


જિંદગીમાં કોયડાનું નિરાકરણ ન મળ્યું,

બધું મળ્યું,પણ દોસ્ત જેવું સગપણ ન મળ્યું,


ચાલતી હતી તો હું લાખોની ભીડમાં,

પણ સંબંધોમાં ક્યાંય ગળપણ ન મળ્યું,


જૂઠી પ્રશંસા કરનારા તો લાખો મળ્યા મને,

પણ સત્યનું દર્પણ બતાવનાર ન મળ્યું,


રહ્યું સાવ ખાલી મારા દિલનું આખું મકાન,

જર્જરિત થયું, છતાં પણ રહેનાર ન મળ્યું,


જીવવા ખાતર જીવીએ તો છીએ અમે,

પણ દિલથી જીવવાનું કોઈ કારણ ના મળ્યું,


ભરી દે કોઈ ખાલી હૈયાને સોનેરી યાદોથી,

એવું પ્રેમાળ કોઈ એક ક્ષણ માટે પણ ન મળ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy