Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gautam Kothari

Tragedy Inspirational Others

4.0  

Gautam Kothari

Tragedy Inspirational Others

આટલું તો આવડવું જ જોઈએ

આટલું તો આવડવું જ જોઈએ

1 min
174


આટલું તો આવડવું જ જોઈએ

જીવન જીવતા આવડવું જોઈએ,

સંબંધો સીવતા આવડવું જોઈએ


અમૃત નહિ મળે રોજ બરોજ

ઝેર પીતા પણ આવડવું જોઈએ,


વાત વાત માં રૂઠવું સારું નહિ

સહન કરતા પણ આવડવું જોઈએ,


અક્ક્ડ ઝાડ પહેલું તૂટી જાય

થોડું નમતા પણ આવડવું જોઈએ,


બધું કંઈ પચી નહિ શકે

થોડું વહેંચતા પણ આવડવું જોઈએ,


બેઠાડું જિંદગી શ્રાપ છે .

જીવનમાં મહેનત કરતા પણ આવડવું જોઈએ,


ચોપડીઓ અચૂક વાંચો

ચહેરા વાંચતા પણ આવડવું જોઈએ,


અબોલા ક્યારેય નહિ લેતા

મન મોટું રાખતા પણ આવડવું જોઈએ,


સોગિયું મોઢું કોને ગમે

ખડખડાટ હસતા પણ આવડવું જોઈએ,


સંગ્રહખોરી સારી છે પણ

દાન- પુણ્ય કરતા પણ આવડવું જોઈએ,


ખોટા વખાણ કરવા ચાપલુસી છે,

અરીસો બનતા પણ આવડવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy