STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

ડૂબતી નૈયા

ડૂબતી નૈયા

1 min
210

ડૂબતી પ્રેમની નૈયા મારી,

તું આવીને સંભાળી જા,

મઝધારે અટવાઈ ગયો છું,

પ્રેમના કિનારે મુજને લઈ જા,


હલેસા મારી થાકી ગયો છું,

પ્રેમના વહેતા આ સાગરમાં,

તડપું છું તારા પ્રેમની માટે,

મિલન તું મધુર બનાવી જા,


આંસુ વિરહનાં વહી રહ્યા છે,

ઝંઝાવાતી મોજાના સ્વરૂપમાં,

નફરતનું વાવાઝોડું છોડીને તું,

મુજ પર સ્નેહ વરસાવી જા,


પ્રેમ સાગર ખેડી રહ્યો છું હું,

તારી સુંદર સુરત શોધવામાં,

સાનિધ્ય તારૂં ઝંખી રહ્યો છું,

પ્રેમની જ્યોત પ્રગટાવી જા,


તું મારી વ્હાલી જલપરી છો,

સરકીને દિલમાં સમાઈ જા,

સદાય તારો બનીશ "મુરલી",

ડબતી નૈયાને તું બચાવી જા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance