તારા શહેરમાં
તારા શહેરમાં
મારે ગામડે તો પંખીઓના ટહુકાથી
ગુંજે મારું આંગણ,
પણ તારા શહેરમાં તો માથાનો દુખાવો કરતો
આ શોરબકોર,
મારા ગામડે તો ખેતી વાડી, ઊંચા ઊંચા વૃક્ષો
આપે તન મનને નવી ઊર્જા,
આ તારા શહેરમાં તો ઊંચી ઊંચી બિલ્ડિંગ
આપે મનને ઝાઝી તાણ,
મારા ગામડે તો ચોખ્ખા દહીં દૂધ,
એવાં જ ચોખ્ખા માનવીના મન,
તારા શહેરમાં તો આ પાઉચના દૂધ,
માનવીના તન ઉજળા ને મન મેલા,
મારા ગામડે તો ગામનો ચોરો,
એક બીજાનાં દુ:ખે દુ:ખી એકબીજાના સુખે સુખી અહીં,
તારા શહેરમાં તો ભીડમાં પણ શ્રાપ એકલતાનો વેઠે,
મારે ગામડે તો શિયાળે તાપણીની હૂંફ,
ભાઈબંધોમાં પ્રેમની હૂંફ,
તારા શહેરમાં તો ઈચ્છાઓને બાળી
તાપ કરે છે,
મારે ગામડે કુદરતની લીલી ચાદર,
આંખોને ઠંડક ને હૈયાને હૂંફ આપે,
તારે શહેર આ સિમેન્ટ કોંક્રિટનું જંગલ,
આ અંગો દઝાડે,
મારે ગામડે તો આ ફૂલો પણ વાયુ સંગે વાતો કરે,
તારા શહેરમાં તો જાણે છવાયો સન્નાટો
પાડોશી પણ પાડોશીને ક્યાં ઓળખે છે !
