શહેરીકરણ
શહેરીકરણ
ગામડું કરાવે જોને મને મારાથી જ ઓળખાણ,
શહેરોની વિડંબણા, કામ જ ક્યાં થાય વિણ ઓળખાણ,
ગામડાની સવાર પડે પ્રભાતિયાં ને પક્ષીઓના ચહેકારથી,
શહેરોની સવાર થાયે, વાહનોના કર્કશ ઘરઘરાટથી,
ગામડામાં વહે જાણે સકરાત્મકતાનો એક પ્રકાશપુંજ,
શહેરોમાં ભર્યો નર્યો નકરાત્મકતાનો અંધકાર,
ગામડે લહેરાતી વનરાજીમાં ઠંડકભર્યું જીવન સુમંગલ,
શહેરીકરણની આડમાં બન્યું જાણે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ,
ગામડામાં તો સળી સળીએ બંધાય જીવનનો માળો,
શહેરમાં માણસ 'સળી' કરી વેરવિખેર કરે માળો,
ગામડે જાણે સાચી લાગણીઓ સાથે ધબકતું જીવન,
શહેરી આધુનિકીકરણની દોટમાં આંધળુકિયા કરતું જીવન.
