આગમનના અણસારા
આગમનના અણસારા
વાદળો ગરજ્યાં છે દિલમાં,
પ્રેમ અને ઉમંગના,
અણસાર આવ્યા છે મુજને,
વાલમ તારા આગમનના,
કુહૂં કુહૂં કરતી કોયલ બોલે,
મનનો મયુર ડગ મગ ડોલે,
શીતળ સમીર લહેરાયો છે,
અતિ મધુર આનંદમાં.
અણસાર આવ્યા છે મુજને,
વાલમ તારા આગમનના,
નભમાં ડરામણી દામિની ચમકે,
તારી યાદમાં મારૂં હૈયું ધડકે,
વર્ષોના વિરહનો અંત,
આવશે હવે પળ ભરમાં,
અણસારા આવ્યા છે મુજને,
વાલમ તારા આગમનના,
ઝરમર ઝરમર મેહુલો વરસે,
તારા મિલન માટે હૈયું તરસે
પપીહાં પીયું પીયું બોલે,
મધુર મધુર મીઠા સ્વરમાં,
અણસારા આવ્યા છે મુજને,
વાલમ તારા આગમનના,
તારા મિલન માટે દિન રાત તડપું,
પ્રેમ તારો પામવા અધીર બની હું,
વાટલડી જોઉં છું હું તારી,
મિલન મધુરૂં તારું માણવાં,
અણસાર આવ્યા છે મુજને,
વાલમ તારા આગમનના,
"મુરલી" તારી પ્રેમ દિવાની,
નયનોથી અશ્રું વહે ભારી,
તારા દિલમાં સમાવવા માટે,
બાવરી બની રહી છું હું તારી,
દિલમાં હરખ ઉભરાઈ રહ્યો છે,
હર પળ તારા સ્મરણમાં,
અણસારા આવ્યા છે મુજને,
વાલમ તારા આગમનના.

