STORYMIRROR

Kaushik Dave

Tragedy

3  

Kaushik Dave

Tragedy

ક્યાં છે કલરવ ?

ક્યાં છે કલરવ ?

1 min
194

કેટલું સુમસામ છે આ શહેર

ના કોઈ પક્ષીઓનો અવાજ

ના કોઈ સવારનો કલરવ !

બાળકનું બચપન પણ કેવું ?


ના કોઈ મેદાની રમત કે ના ગમ્મત

બસ મોબાઈલ ગેમમાં પ્રવૃત્ત

હા શહેરમાં ઘોંઘાટ વાહનોનો

ધૂમડો અને પોલ્યુશન વધારે


વરસાદી માહોલ જામે નહીં

છોડ, વૃક્ષ પણ થયા ઓછા

ઘર આંગણે શોભાના કુંડા

એકાદ ચકલી દેખાય પણ

અફસોસ કે એ થાય ગુમ


ગુમ થયો પક્ષીનો કલરવ

બાળકની માસુમિયત!

ચાલો શોધીએ એ કલરવ

બસ પુરાની યાદોમાં !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy