Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

મને ભય છે

મને ભય છે

1 min
189


સ્વપ્નાઓનો મને ડર નથી,

મને વાસ્તવિકતાનો ભય લાગે છે,


પોતાનાઓનો મને કોઈ ભય નથી,

રાજકારણ રમતા લોકોનો મને ભય લાગે છે,


કડવી બોલી કહી ખામી બતાવતા લોકોનો મને ડર નથી,

જૂઠી પ્રશંસા કરી છળકપટ કરતા લોકોનો મને ભય લાગે છે,


મેલા કે ગંદા કપડાં પહેરનારનો મને ડર નથી,

ઉજળા કપડાં સાથે મેલા મન વાળાનો મને ભય લાગે છે,


સામે ચાલીને વાર કરનારનો મને જરા ભય નથી,

પીઠ પાછળ વાર કરનારનો મને ભય લાગે છે,


તીર, તલવાર કે ભાલાનો મને ડર નથી,

પોતાના જ લોકો દ્વારા થતા શબ્દોનાં વારનો મને ભય લાગે છે.


Rate this content
Log in