STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

વાલમ

વાલમ

1 min
208

ન કરો મુજને બેચેન વાલમ,

હું તમારા વિચારોમાં ગમગીન છું,

તીરછી નજરથી ન વિંધો મુજને,

હું તમારા પ્રેમમાં ઘાયલ છું,


સપનામાં આવી ન સતાવો વાલમ,

હું તમને મળવા રોજ તડપું છું,

તમારા યૌવનની જાદુઈ અસરમાં,

હું તમને જ વશ થયેલો છું,


દિલ ન ધડકાવો મારૂં વાલમ,

હું તમારૂં જ મિલન ઈચ્છુ છું,

મિલનની તરસ છિપાવો મારી,

હું તમારા પ્રેમનો તરસ્યો છું,

 

તમારા વિના દિન-રાત વાલમ,

હું એકલતાને અનુભવું છું,

આવીને વસી જા દિલમાં મારા,

હું તમારા વિરહમાં ડૂબ્યો છું,


ન રહો દૂર તમે મારાથી વાલમ,

હું તમારા પ્રેમનો દિવાનો છું,

પ્રેમની જ્યોત પ્રગટાવો "મુરલી",

હું પ્રેમથી ભીંજાવા અધીરો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance