Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hitendra Brahmbhatt

Tragedy

3  

Hitendra Brahmbhatt

Tragedy

મા તારી તો બહુ જ ખોટ પડી ગઈ

મા તારી તો બહુ જ ખોટ પડી ગઈ

1 min
229


કોરોનાની લહેર તો માતમ ખુબ જ આપી ગઈ

મારી જનેતા મારાંથી ખુબ જ દૂર ચાલી ગઈ,


શરીરથી ધબકારાઓની તો વિદાય થઈ ગઈ

આમ અચાનક જ છેતરીને એ દૂર ચાલી ગઈ,


મારી સેવા કરવાની ઈચ્છા અધૂરી જ રહી ગઈ

મને એકલાં મૂકીને અચાનક એ દૂર ચાલી ગઈ, 


હું તો ખૂબ જ ખુશ છું એવું મા મને કહેતી ગઈ

વેદનાઓ બધી મા સાથે જ લઈ દૂર ચાલી ગઈ,


પ્યાર, સ્નેહ, આશિષ તો મા ખુબ આપતી ગઈ

જિંદગીનાં બધાં ગમો સાથે લઈ દૂર ચાલી ગઈ,


હવે તો મંઝિલ પણ મળવી દુસ્વાર જ થઈ ગઈ 

હિંમત ને શક્તિ મારી મા સાથે જ દૂર ચાલી ગઈ,


માં તારી તો બહુ જ ખોટ "હિતેન્દ્ર"ને પડી ગઈ

દુઃખનાં વાદળ મા સાથે જ લઈને દૂર ચાલી ગઈ.


Rate this content
Log in