હવે ખીલ્યાં છે રંગ વરસાદ
હવે ખીલ્યાં છે રંગ વરસાદ
સરી ગયેલાં સ્વપનોને ઉલેચું છું યાદ તારી આવવાથી,
સપ્તરંગી દુનિયાંમાં તને શોધું છું વરસાદનાં આવવાથી.
તરસ્યો હતો વર્ષોથી બસ આમ તારાં ચાલ્યાં જવાથી,
આવો હવે પ્રણયનાં પ્રાંગણમાં વરસાદનાં આવવાથી.
વૈશાખની ભરબપોરે દુપટ્ટો ઓઢયો'તો તાપ પડવાથી,
ભીનો થઈ ગયો દુપટ્ટો એમનો વરસાદનાં આવવાથી.
હર્યુ ભર્યુ થયું આંગણું મારું અચાનક તારાં આવવાથી,
ખીલી ઊઠ્યું છે મન મારું આજે વરસાદનાં આવવાથી.
મુરઝાયેલો હતો હું ખીલી ગયો હવે તારાં આવવાથી,
જીવન જીવવાની આશ બંધાઈ વરસાદનાં આવવાથી.
છલકાઈ ગઈ લાગણી નયનોમાં અનરાધાર પલળવાથી,
ધુમ્મસ છે આજ ચાલ ઓગળિયે વરસાદનાં આવવાથી.
કોણ કહે છે ધોવાઈ ગયા રંગ વરસાદનાં આવવાથી,
હવે ખીલ્યાં છે રંગ "હિતેન્દ્ર"નાં વરસાદનાં આવવાથી.