Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya

Romance Tragedy

બેવફા સનમ

બેવફા સનમ

1 min
178


દિલ મારૂં તોડી, સપના ધમરોળી,

સનમ તું ક્યાં ચાલી ?

દિલમાં પ્રગટાવેલી, પ્રેમ જ્યોતિને,

બુઝાવીને ક્યાં ચાલી ?


તારા પ્રેમનો દિવાનો હતો હું,

કઈ કસૂર થઈ મારી ?

ફરેબી પ્રેમનો શિકાર બનાવી,

જિંદગી બરબાદ કરી મારી.

વસંત મારી, પાનખર બનાવી,

સનમ તું ક્યા ચાલી ?


પ્રેમનો મલ્હાર વરસાવી મુજ પર,

નફરતની આગ તે ફેલાવી,

આગની જ્વાળામાં ધકેલી મુજને,

દરકાર ન કરી તે મારી,

વિરહના આંસુ નયનોથી વહાવી,

સનમ તું ક્યાં ચાલી ?


અતૂટ સાથ હતો તારો મુજને,

પળમાં તે નાંખ્યો તોડી,

વફાનો બદલો બેવફાઈથી આપી,

પ્રેમની કદર ન કરી મારી,

"મુરલી"ની જીવતા કબર સજાવી,

સનમ તું ક્યાં ચાલી ?


Rate this content
Log in