છૂટકો જ નથી
છૂટકો જ નથી
કરી લે હજારો સિતમ તું મુજ પર,
ઝુલ્મનું બંધારણ તું સમજતો નથી,
દિલથી ચાહું છું તુજને વાલમ, મારો
પ્રેમ સ્વિકાર્યો વિના છૂટકો જ નથી...
તે પ્રેમની દિવાની બનાવી છે મુજને,
ભલે નજર મેળવવા તું તૈયાર નથી,
દિલમાં મેં વસાવ્યો છે વાલમ, મારા
દિલમાં ઝાંખ્યા વિના છૂટકો જ નથી..
ભલે તારો પ્રેમ મળે કે ન મળે મુજને,
તને કદી પણ ભૂલવા હું તૈયાર નથી,
પ્રેમમાં તડપવા તૈયાર છું વાલમ, મારી
તડપ મિટાવ્યા વિના છૂટકો જ નથી..
મિલન માટે ન તરસાવીશ તું મુજને,
મારી તરસ છોડવા કદી હું તૈયાર નથી,
"મુરલી" સદાય તારી છે વાલમ, મુજને
દિલથી અપાવ્યા વિના છૂટકો જ નથી.