STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

એક બે શર્ટમાં ચલાવી લીધું

એક બે શર્ટમાં ચલાવી લીધું

1 min
171

મારા પપ્પા મારા સુપર હીરો,

સાંધેલા શર્ટ સાથે સાંધેલું એનું હૃદય હતું,


દરિયા જેવું વિશાળ એનું દિલ હતું,

બસ એક બે શર્ટથી ચલાવી લીધુંં પપ્પાએ,

ક્યારેક બાળકોની ફિસ,ક્યારેક બાળકોના બુટ ખરીદવા,

એક બે શર્ટથી ચલાવી લીધુંં પપ્પા એ,


ક્યારેક બાળકોની પિકનિક,

ક્યારેક બાળકોના નવા મોબાઈલ,

માટે પપ્પાએ એક બે શર્ટથી ચલાવી લીધું,


ક્યારેક માતપિતાની દવા,

ક્યારેક ઘરનું રાશન,

ક્યારેક ગેસની બોટલ,

આમ જ પપ્પાએ એક બે શર્ટમાં ચલાવી લીધુંં,


ક્યારેક બાળકોની વિદેશ મોકલવાની વ્યવસ્થા,

ક્યારેક બાળકોના લગ્નનો ખર્ચ,

આમ પપ્પાએ એક બે શર્ટમાં ચલાવી લીધુંં,


ક્યારેક બાળકોના શોખ માટે,

ક્યારેક પત્નીની ખુશીઓ માટે,

સઘળું બલિદાન આપી દીધું,

આમ પપ્પાએ એક બે શર્ટમાં ચલાવી લીધુંં,


ક્યારેક બાળકોની નવી ગાડી,

ક્યારેક મમ્મીની નવી સાડી,

પણ પપ્પાએ જૂના શર્ટમાં ચલાવી લીધુંં,


ક્યારેક બાળકોની કેરિયર માટે,

ક્યારેક બાળકોના ઉજળા ભવિષ્ય માટે,

સઘળું ખરચી દીધું,

પપ્પાએ એક બે શર્ટમાં ચલાવી લીધું,


દુનિયાનું સઘળું સુખ સંતાનોને આપી દીધું,

પપ્પાએ એક બે શર્ટમાં ચલાવી લીધું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy