રોજ રોજ થાય છે મર્ડર
રોજ રોજ થાય છે મર્ડર
રોજ રોજ થાય છે મર્ડર,
કોઈની આશા તો કોઈના ઉમંગનું,
કોઈની ઈચ્છાનું તો કોઈની અપેક્ષાઓનું,
રોજ રોજ થાય છે મર્ડર,
મા બાપનાં સપનાંઓનું,
વિદ્યાર્થીના સપનાંઓનું,
કોઈના સ્વમાનનું,
રોજ રોજ મર્ડર થાય છે,
છડે ચોક ઈજ્જતનું થાય મર્ડર,
કોઈ કન્યાનું થાય અપહરણ,
માબાપનાં સોનેરી સપનાંઓનું થાય મર્ડર,
લાંચ આપો તો મળે નોકરી,
ગરીબને ના મળે કોઈ નોકરી,
સત્તાધારીની વગ હોય તો મળે નોકરી,
યુવાનોના સ્વમાનનું થાય મર્ડર.