STORYMIRROR

Pravin Maheta

Tragedy Inspirational Others

3  

Pravin Maheta

Tragedy Inspirational Others

વ્યસન

વ્યસન

1 min
137

માવો કહે મારા સાથી સોપારીને તમાકુ,

ખૂબ ચોળે હથેળીમાં ગરમ થઈને થાકું,


સંતાડી દે ગલોફામાં હું કેમ હોય ડાકુ,

અતિ મારા સેવનથી મોઢું સીવું એ પાકુ,


બીડી કહે વ્યસની મને ફૂંકી ફૂંકીને પીવે,

માચીસ ના હોય તો મને સળગાવે દીવે,


દોરા સુધી ખેંચતા મને દાઝતા ન, બીવે,

હું બીડી સ્વર્ગની સીડી મર્યા વાંકે જીવે,


શીશામાં મને કેદ કરે મારું નામ શરાબ,

સર્વ વ્યસનોમાં હું ગણાવ નવાબ,


ભાન ભૂલે દારૂડિયો બદલે તેનો રૂઆબ,

મારો ચાહક જે બને લીવર કરું ખરાબ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy