STORYMIRROR

Pranav Kava

Abstract Inspirational Children

4  

Pranav Kava

Abstract Inspirational Children

આદર્શ

આદર્શ

1 min
273

નૈતિકતાના માર્ગે ચાલી, બનીએ આદર્શ,

સદ્દભાવના કેળવી, જીવન બનાવીએ આદર્શ,


મુશ્કેલીનો સામનો કરવા, મારગ બનાવીએ આદર્શ,

વિવેકથી વાણી ઉચ્ચારી, પાત્ર બનાવીએ આદર્શ,


સંઘર્ષભરી કહાનીનો, અંત બનાવીએ આદર્શ,

માતા પિતાને ગમતા, સંતાન બનીએ આદર્શ,


સંપ ને એકતા સાથે, પરિવાર બનાવીએ આદર્શ,

ગમતા સૌને થવા, અતિથિ બનીએ આદર્શ,


વ્હાલપનું અમૃત પીવા, ચારિત્ર્ય બનાવીએ આદર્શ,

ભુત ભવિષ્ય વર્તમાનના, વિચારો બનાવીએ આદર્શ,


પાત્ર સૌને થવા, વર્તનને બનાવીએ આદર્શ,

'પ્રણવની કલમે' શબ્દોના તાલે, કવિતા બની છે આદર્શ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract