આ મારો પ્રેમ
આ મારો પ્રેમ
આમજ તારા પ્રેમની રાહ જોઈ,
સૂરજ ડૂબ્યો ત્યાં સુધી પણ,
તને સમયજ ના મળ્યો,
તારાં અંગત સગાંવહાલાંથી,
અને તારાં પ્રેમની તરસી,
હું જોગણ બની રહી ગઈ,
પણ તને પ્રેમની પરવા ક્યાં છે ?
તારે મન પ્રેમ એ રમત છે,
અને મારે દિલની ભાવનાઓ છે,
અને પ્રેમ મારી પૂજા છે.