Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

આ જિંદગી !

આ જિંદગી !

1 min
232

વહેતાં વહેતાં લાગણીને ય ક્યાંક લઈ જાય છે,

નટખટ છે આ જિંદગી !

જ્યાં ગમવા માંડે જરા, ને પૂરી થઈ જાય છે,

ક્યારેક ખુશી તો ક્યારેક ગમ પણ દઈ જાય છે,

છે બરફ આ જિંદગી !

ઠંડક એવી આપતાં આપતાં જ ઓગળી જાય છે,

સુખનું સરનામું કે દુઃખનો દાવાનળ આપી જાય છે,

ખરું પરબીડિયું છે જિંદગી !

વાંચતાં વાંચતાં સમજાય ત્યાં મુદત પૂરી થાય છે,

લાગણીના છેડલાઓ જોડતાં ઝખ્મો પણ થાય છે,

એવો મલમ છે જિંદગી !

ઘાવ આ ભરાતા જાય ત્યાં નિત નવા તાજા થાય છે,

વધતાં જઈએ આગળ પણ વીતેલું વ્હાલું જણાય છે,

સમયનો સાદ આ જિંદગી !

વળવું છે હવે પાછા પણ, એમ ક્યાં હવે વળાય છે !

મારા જ મારા છે કે પછી છે એ કોણ ? ક્યાં કળાય છે,

રહસ્ય છે આ જિંદગી !

તાણાવાણામાં વીતતી છેક સુધી ક્યાં ઓળખાય છે !

વહેતાં વહેતાં લાગણીને ય ક્યાંક લઈ જાય છે,

નટખટ છે આ જિંદગી !

જ્યાં ગમવા માંડે જરા, ને પૂરી થઈ જાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract