સંવેદના
સંવેદના
તને જાણું છું
જન્મો જન્મથી
નથી હું અજાણ
તારા મુલાયમ
સ્પર્શથી
જાણે પાનખરમાં
પણ વસંતનો વાયરો
મારા નસે નસમાં
વહે તારી સંવેદના
મારા ટેરવે ટેરવે
વસે છે તારો સ્પર્શ
અને શ્વાસે શ્વાસે તારૂં નામ..
મન તનથી નથી જરાયે અલગ...
કેમ સહન કરુ હું એકલી!