STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance Inspirational

4  

ચૈતન્ય જોષી

Romance Inspirational

લાવણ્યમયી

લાવણ્યમયી

1 min
458

તુજ વસ્ત્રોને કેશકલાપ અનિલ સંગ કેવાં ફરફરે,

બાલરવિ નિજ લાલિમા રખે તુજ ઓષ્ટદ્વયે ધરે,


શીતળ, મંદને સુગંધિત સમીર તુજ દેહપરથી વહે,

ને ભાતભાતના પતંગા તુજ લાવણ્ય જોવાને ચહે,


કરી પ્રતિક્ષા પિયુની તુજનેત્રો વ્યાકુળતા પ્રગટાવે, 

હરણી શાં નૈન તારાં યાદ કરી વહાલમને તલસાવે,


દેવી વિનસ પણ નીરખી સૌંદર્ય તારું પ્રસન્નતા લાવે,

રખેને ઊતરી અપ્સરા સ્વર્ગતણી જે ધરાતલ શોભાવે,


ઉદ્યાન પણ આવકારે તુજ આગમનને હર્ષાતુર બની, 

પ્રતિમા તું હશે મદનસંગિની આવી અહીં તો બનીઠની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance