નેત્રકટાક્ષે
નેત્રકટાક્ષે
આખ્ખે આખું દિલ વીંધાઈ ગયું એના નેત્રકટાક્ષે,
ઘડીમાં શું નું શું પછીથી થઈ ગયું એના નેત્રકટાક્ષે,
બની ગયું મન પરવશ માનુનીના એક જ પગલે,
ચિત્ત જાણે કે ચકડોળ થઈ રહ્યું એના નેત્રકટાક્ષે,
હરાઈ ગયું હદયને સર્વસ્વ ગુમાવ્યાની પ્રતિતી,
ચારેકોર એના મય વિશ્વ ભાસ્યું એના નેત્રકટાક્ષે,
હતી મૂંઝવણ પણ મીઠપ એની રખે ઔર હતી,
અંગેઅંગમાં એનું વર્ચસ્વ લાગ્યું એના નેત્રકટાક્ષે,
બની ગઈ સપ્તરંગી દુનિયાને સ્વર્ગની અનુભૂતિ,
અપ્સરા સમીનું વળગણ જાગ્યું એના નેત્રકટાક્ષે.