STORYMIRROR

Chirag Padhya

Romance

4  

Chirag Padhya

Romance

પ્રેમ - પ્રેમપત્ર

પ્રેમ - પ્રેમપત્ર

1 min
412

લખી રહ્યો છું પહેલો પ્રેમપત્ર ચાલીસમાં વર્ષે,

કરી રહ્યો છું પ્રેમનો ઈકરાર ચાલીસમા વર્ષે,

કહી રહ્યો આજે તમે જ છો મારુ જીવન,

સ્વીકારી રહ્યો આજે એ વાત ચાલીસમાં વર્ષે.


અજનબી બની આવ્યા વ્હાલા બની ગયા,

પારકા થઈ તમે આવ્યા દુલારા બની ગયા,

પ્રથમ વખત કરી દિલની વાત ચાલીસમાં વર્ષે,

લખી રહ્યો છું પહેલો પ્રેમપત્ર ચાલીસમાં વર્ષે.


દસ વર્ષનો પ્રેમ દસ જનમનો લાગ્યો મને,

પરિવારને જોડતી સાંકળ તું લાગી મને,

આજે શબ્દોથી ઉતારું ઉપકાર ચાલીસમાં વર્ષે,

લખી રહ્યો છું પહેલો પ્રેમપત્ર ચાલીસમાં વર્ષે.


સાત જનમ મળશો તમે ખાતરી છે મને,

પ્રેમનો લૂંટાવશો દરિયો તમે ખાતરી છે મને,

માંગે 'ચિરાગ' પ્રેમ ભરી સોગાત ચાલીસમાં વર્ષે,

લખી રહ્યો છું પહેલો પ્રેમપત્ર ચાલીસમાં વર્ષે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

More gujarati poem from Chirag Padhya

Similar gujarati poem from Romance