STORYMIRROR

Chirag Padhya

Romance Others

4  

Chirag Padhya

Romance Others

વરસાદ

વરસાદ

1 min
128

આવે ફરીથી યાદ મુજને પ્રેમનો વરસાદ એ, 

શાશ્વત કરે આબાદ મુજને પ્રેમનો વરસાદ એ.


જે સ્નેહના આકાશમાં વાદળ બની વરસ્યા હતા,

હર પળ લગાવે સાદ મુજને પ્રેમનો વરસાદ એ.


જે બુંદમાં ભીંજાઈને લથપથ થયેલા પ્રેમમાં, 

વરસી કરે ફરિયાદ મુજને પ્રેમનો વરસાદ એ.


યાદો મહીં શ્રાવણ છે તાજો, મેઘ જ્યાં વરસી રહ્યા,

કરતો નથી આઝાદ મુજને પ્રેમનો વરસાદ એ,


મનમાં વસ્યો ભદ્રા હજી વરસાદ પ્હેલા પ્રેમનો,

કરશે હવે બરબાદ મુજને પ્રેમનો વરસાદ એ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance