STORYMIRROR

Jay D Dixit

Romance

4  

Jay D Dixit

Romance

મને હજી પણ એમ છે

મને હજી પણ એમ છે

1 min
255

મને હજી પણ એમ છે,

કે તને મારી સાથે પ્રેમ છે,


અને એટલે જ બસ સ્ટોપ પર,

રોજ એ જ સમયે ઉભો રહું છું,

પહેલા કોલેજબેગ તો હવે

ઓફિસબેગ સાથે પૂછું કેમ છે ?


કહી નથી શક્યો ક્યારેય તને,

એ તું સમજતી હતી, છતાં પણ,

ન કહીને તે ઘણું કહી દીધું છે,

કે તને હજી લાગે છે કે વહેમ છે,


પામી ન શક્યો એવું તું માને છે,

એનો વસવસો કદાચ છે તને,

મને ક્યાંથી કંઈ ફર્ક પડે પ્રિયે,

મારામાં તું ધબકારની જેમ છે,


એમ ક્યાં ઢંઢેરા પીટાય છે,

સામે આવે તો ક્યાં કંઈ બોલાય છે,

તને પણ ક્યાં મજબૂર કરાય છે,

ને તોય લાગણીઓ જેમની તેમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance