પ્રકાશિત પરગણે
પ્રકાશિત પરગણે
મખમલી અંધારામાં તારી આંખના આ રેશમી અજવાળા,
ને સપનામાં અરમાનો અરમાનોને પહેરાવે વરમાળા.
આજ એક પ્રકાશિત પરગણે જાત ચમકી પ્રિતની,
ને અંતરના આંગણાંમાં રંગ રંગોળી થઈને ઉભરાણાં.
નજરૂથી નજરૂના તીર કરે ઘાયલ એકબીજાને,
શિકારી ખુદ શિકાર થઈ મનમાં જોને હરખાણાં.
દ્વાર પાંપણનાં ખખડાવી મધરાતે જગાડે ઊર્મિઓ એ,
અમે ખુદ લૂંટાયા ને ખજાના રૂદિયાની ઝોળીના છલકાણાં.
આંખોને જામ સમજવાની કરી બેઠા એક ભૂલ અમે,
વગર પીધે હોશ ગુમાવ્યા ને એવા તો મૈખાના શરમાણાં.
એક "પરમ" અંધકારમાં સ્પર્શની ગોધુલીની ડમરીઓમાં,
કરે "પાગલ" અધરોની પંખૂડી એવા તો અમે અટવાણાં.

