STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance Inspirational

4  

ચૈતન્ય જોષી

Romance Inspirational

ચાલ ક્ષિતિજે જઈએ

ચાલ ક્ષિતિજે જઈએ

1 min
319

હવે તો આભ અવની પણ મળી ચૂક્યાં ચાલ ક્ષિતિજે જઈએ,

એક હું અને તું આવ્યો અવસર ભૂલ્યાં ચાલ ક્ષિતિજે જઈએ,


હૈયું તારું હૈયું મારું છે ઢબૂરેલી કેટકેટલી વેદનાઓથી ભરપૂર,

ઘૂઘવતા આ સાગર ઉતંગ પાછાં વળ્યાં ચાલ ક્ષિતિજે જઈએ,


પ્રકૃતિ પણ જોને પ્રેમ કરે છે સંધ્યા સમે થઈ જઈને કેવી રાજી !

જોતો ખરા વ્યોમ વસુધા ત્યાં કેવાં મળ્યાં ચાલ ક્ષિતિજે જઈએ,


પક્ષીઓ પણ કરી કિલ્લોલને સંધ્યા પણ ગુલાલ ઉડાડી રહી,

એ પણ ધરાગગન મિલન જોઈ હરખ્યાં ચાલ ક્ષિતિજે જઈએ,


કરાંગુલિ એકમેકમાં પરોવી એક નવલી જ સફરને આદરીએ,

હળવા થઈને એ હેત વહાવીને પુલક્યાં ચાલ ક્ષિતિજે જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance